Wednesday, April 05, 2006

વિશેષ સૂચના

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતી.કોમ પર મુકવામાં આવતા તમામ વિભાગોની માહિતી આ બ્લોગ પર મુકવામાં આવતી હતી પરંતુ હવે રીડગુજરાતી ની મુખ્ય સાઈટના લૅ-આઉટ માં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેથી આ બ્લોગને બંધ કરવામાં આવ્યો છે. આ બ્લોગને અપડેટ કરવામાં આવતો નથી. વાચકમિત્રોએ નીચેની લીન્ક કલીક કરી ને મુખ્ય સાઈટની મુલાકાત લેવી. આ વિભાગમાં અગાઉ મૂકાયેલી જૂની લીન્ક ઍકટીવેટ નથી તેની વાચકમિત્રો એ નોંધ લેવી.

વાંચવા માટે અહીં કલીક કરો : રીડગુજરાતી.કોમ

લિ.
તંત્રી : મૃગેશ શાહ

Sunday, November 27, 2005

વાસ્મો પ્રોજેકટ


થોડા સમય પહેલા 'વાસ્મો પ્રોજેકટ' ની વેબસાઈટ પર કામ કરી રહેલા રીડગુજરાતી.કોમ ના એક વાચકમિત્રે મને આ પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. ગામે ગામ પાણી પહોંચાડવા માટે સરકારની શું યોજનાઓ છે, તેમાં કેટલું કામ થયેલું છે તેની રસપ્રદ વિગતો તેમાં આપેલી છે. રીડગુજરાતી ના કામમાં વ્યસ્ત રહેવાને કારણે એ વાત મારા ધ્યાન બહાર નીકળી ગઈ હતી, તેથી આજે વાસ્મો પ્રોજેકટની વેબસાઈટની લીન્ક રીડગુજરાતીમાં આપેલી છે. આ ઉપરાંત, ગુજરાત મેડીકલ મેગેઝીન અને જયહિન્દ નામના દૈનિકને પણ રીડગુજરાતીના સાહિત્ય સંગ્રહ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. નવા કાવ્યો વિભાગમાં બે નવા કાવ્યો સાથે-સાથે માણીશું.

રીડગુજરાતી.કોમ

Gujarati Literature Gujarati Literature Gujarati Literature Gujarati Literature Gujarati Literature

Wednesday, November 23, 2005

ભકિતયોગ


શ્રી મદ્ ભાગવત મહાપુરાણમાં એકાદશ સ્કંધના કેટલાક અધ્યાય શ્રી ઉધ્ધવગીતાના નામે ઓળખાય છે. એમાં ચૌદમો અધ્યાય ભકિતયોગ છે. ભગવાને એમાં ભકતના લક્ષણોનું સુંદર વર્ણન કર્યું છે જે આજે રીડ ગુજરાતી પર મૂકાયું છે. વર્તમાન સમાજની લગ્ન વ્યવસ્થાને લગતો એક લેખ લખવા માટે મને ઘણા મિત્રો તરફથી કહેવામાં આવ્યું હતું જેના પ્રયાસરૂપે આજે એક લેખ મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે વાચકોને તે ગમશે. મને આપના અભિપ્રાયો જણાવતા રહેશો.

Tuesday, November 22, 2005

વ્યકિતત્વ

આજે આપણે વાંચીશું મુંબઈના શ્રી લીલાબહેનના સમાજકાર્ય વિશે અને તેમના વ્યકિતત્વ વિશેનો પરિચય આપતો એક લેખ. આ લેખ ચિત્રલેખા મેગેઝીન ના વર્ષ અંક 2000 માં પ્રગટ થયો હતો. રીડગુજરાતી.કોમ પર આ સાથે છે શ્રી ખુશવંતસિંહજીનું લેખન કાર્ય વિશે ચિંતન.

Monday, November 21, 2005

શેર-શાયરી અને કાવ્યો.


લો....ફરી પાછા આપણે મળીએ છીએ રીડગુજરાતી પર સાહિત્યની દુનિયામાં. આજે વાચક મિત્રો માટે છે સાત નવા કાવ્યો. કાવ્યો સાથે સામેલ છે શેર-શાયરી અને પ્રખ્યાત ગઝલો. તો ફટાફટ નીચે આપેલ કાવ્ય વિભાગની લીન્કને કલીક કરો અને વાંચવાનું શરૂ કરી દો....

Thursday, November 17, 2005

સાહિત્ય સરિતા

રીડગુજરાતી પર આજે માણીશું, ત્રણ સુંદર મનનીય લેખો. જે આપણને માનવતાના પાઠ શીખવે છે. અને સમગ્ર માનવજાતને કંઈક સંદેશો આપી જાય છે. તો ચાલો આ સાહિત્યની સરીતામાં ઝંપલાવીએ.

રીડગુજરાતી.કોમ - પહેલું પાનું.

Read Gujarati - An online edutainment portal - Read online gujarati literature, gujarati poems, gujarati stories, free gujarati books, gujarati jokes, gujarati sayri, gujarati recipes, gujarati short stories, meet famous gujarati literature and gujarati poets. know Gujarati Writing, Read Gujarati Online. Submit Gujarati Articles Free.

www.readgujarati.com

Wednesday, November 16, 2005

વાંચનનું વિશ્વ


આજે રીડગુજરાતી પર માણીશું, સુરતના પ્રસિધ્ધ ડૉ. હરીશ ઠક્કર અને ડૉ. તૃપ્તિ ઠક્કરની કલમે કેટલીક હેલ્થ ટિપ્સ જેને આપણે દાદીમાનાં નુસખાં પણ કહી શકીએ. સાહિત્યરસમાં આપણને તરબોળ કરે તેવી એક વાર્તા વડોદરાના લોકપ્રિય લેખક શ્રી બકુલ મેકવાન તરફથી રજૂ કરવામાં આવી છે. તો ચાલો વાંચનના વિશ્વની સફરે...

રીડગુજરાતી.કોમ - પહેલું પાનું.

Read Gujarati - An online edutainment portal - Read online gujarati literature, gujarati poems, gujarati stories, free gujarati books, gujarati jokes, gujarati sayri, gujarati recipes, gujarati short stories, meet famous gujarati literature and gujarati poets. know Gujarati Writing, Read Gujarati Online. Submit Gujarati Articles Free.

www.readgujarati.com