Sunday, November 27, 2005

વાસ્મો પ્રોજેકટ


થોડા સમય પહેલા 'વાસ્મો પ્રોજેકટ' ની વેબસાઈટ પર કામ કરી રહેલા રીડગુજરાતી.કોમ ના એક વાચકમિત્રે મને આ પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. ગામે ગામ પાણી પહોંચાડવા માટે સરકારની શું યોજનાઓ છે, તેમાં કેટલું કામ થયેલું છે તેની રસપ્રદ વિગતો તેમાં આપેલી છે. રીડગુજરાતી ના કામમાં વ્યસ્ત રહેવાને કારણે એ વાત મારા ધ્યાન બહાર નીકળી ગઈ હતી, તેથી આજે વાસ્મો પ્રોજેકટની વેબસાઈટની લીન્ક રીડગુજરાતીમાં આપેલી છે. આ ઉપરાંત, ગુજરાત મેડીકલ મેગેઝીન અને જયહિન્દ નામના દૈનિકને પણ રીડગુજરાતીના સાહિત્ય સંગ્રહ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. નવા કાવ્યો વિભાગમાં બે નવા કાવ્યો સાથે-સાથે માણીશું.

રીડગુજરાતી.કોમ

Gujarati Literature Gujarati Literature Gujarati Literature Gujarati Literature Gujarati Literature

Wednesday, November 23, 2005

ભકિતયોગ


શ્રી મદ્ ભાગવત મહાપુરાણમાં એકાદશ સ્કંધના કેટલાક અધ્યાય શ્રી ઉધ્ધવગીતાના નામે ઓળખાય છે. એમાં ચૌદમો અધ્યાય ભકિતયોગ છે. ભગવાને એમાં ભકતના લક્ષણોનું સુંદર વર્ણન કર્યું છે જે આજે રીડ ગુજરાતી પર મૂકાયું છે. વર્તમાન સમાજની લગ્ન વ્યવસ્થાને લગતો એક લેખ લખવા માટે મને ઘણા મિત્રો તરફથી કહેવામાં આવ્યું હતું જેના પ્રયાસરૂપે આજે એક લેખ મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે વાચકોને તે ગમશે. મને આપના અભિપ્રાયો જણાવતા રહેશો.

Tuesday, November 22, 2005

વ્યકિતત્વ

આજે આપણે વાંચીશું મુંબઈના શ્રી લીલાબહેનના સમાજકાર્ય વિશે અને તેમના વ્યકિતત્વ વિશેનો પરિચય આપતો એક લેખ. આ લેખ ચિત્રલેખા મેગેઝીન ના વર્ષ અંક 2000 માં પ્રગટ થયો હતો. રીડગુજરાતી.કોમ પર આ સાથે છે શ્રી ખુશવંતસિંહજીનું લેખન કાર્ય વિશે ચિંતન.

Monday, November 21, 2005

શેર-શાયરી અને કાવ્યો.


લો....ફરી પાછા આપણે મળીએ છીએ રીડગુજરાતી પર સાહિત્યની દુનિયામાં. આજે વાચક મિત્રો માટે છે સાત નવા કાવ્યો. કાવ્યો સાથે સામેલ છે શેર-શાયરી અને પ્રખ્યાત ગઝલો. તો ફટાફટ નીચે આપેલ કાવ્ય વિભાગની લીન્કને કલીક કરો અને વાંચવાનું શરૂ કરી દો....

Thursday, November 17, 2005

સાહિત્ય સરિતા

રીડગુજરાતી પર આજે માણીશું, ત્રણ સુંદર મનનીય લેખો. જે આપણને માનવતાના પાઠ શીખવે છે. અને સમગ્ર માનવજાતને કંઈક સંદેશો આપી જાય છે. તો ચાલો આ સાહિત્યની સરીતામાં ઝંપલાવીએ.

રીડગુજરાતી.કોમ - પહેલું પાનું.

Read Gujarati - An online edutainment portal - Read online gujarati literature, gujarati poems, gujarati stories, free gujarati books, gujarati jokes, gujarati sayri, gujarati recipes, gujarati short stories, meet famous gujarati literature and gujarati poets. know Gujarati Writing, Read Gujarati Online. Submit Gujarati Articles Free.

www.readgujarati.com

Wednesday, November 16, 2005

વાંચનનું વિશ્વ


આજે રીડગુજરાતી પર માણીશું, સુરતના પ્રસિધ્ધ ડૉ. હરીશ ઠક્કર અને ડૉ. તૃપ્તિ ઠક્કરની કલમે કેટલીક હેલ્થ ટિપ્સ જેને આપણે દાદીમાનાં નુસખાં પણ કહી શકીએ. સાહિત્યરસમાં આપણને તરબોળ કરે તેવી એક વાર્તા વડોદરાના લોકપ્રિય લેખક શ્રી બકુલ મેકવાન તરફથી રજૂ કરવામાં આવી છે. તો ચાલો વાંચનના વિશ્વની સફરે...

રીડગુજરાતી.કોમ - પહેલું પાનું.

Read Gujarati - An online edutainment portal - Read online gujarati literature, gujarati poems, gujarati stories, free gujarati books, gujarati jokes, gujarati sayri, gujarati recipes, gujarati short stories, meet famous gujarati literature and gujarati poets. know Gujarati Writing, Read Gujarati Online. Submit Gujarati Articles Free.

www.readgujarati.com

Saturday, November 12, 2005

બાળવાર્તાઓ


અનિવાર્ય સંજોગોને કારણે આ બ્લોગ અપડેટ કરી શકાયો નથી. જે આજથી અપડેટ કરવામાં આવે છે.
આજે રીડગુજરાતીમાં માણીશું કેટલીક બાળવાર્તાઓ અને કેટલીક ગઝલો.

બાળવાર્તાઓ :

ગઝલો અને કાવ્યો :

Saturday, November 05, 2005

નવાવર્ષનું પ્રભાત


નવા વર્ષની શરૂઆતમાં આપ સહુ વાચક મિત્રોને સાલમુબારક અને ઈદમુબારક. ગત વર્ષની જેમ જ રીડગુજરાતી પર નવા નવા લેખો, કાવ્યો અને સાહિત્ય મુકવાનો સિલસિલો ચાલુ રહેશે. અને એ જ ક્રમ માં આજે સાઈટ પર છે, શ્રી ભાણદેવ લિખિત "આપણો વહાલો હિન્દુ ધર્મ" ગ્રંથના બે સરસ મજાના પ્રકરણો અને સાથે સાથે પુસ્તકો પ્રત્યેની પ્રીતને અભિવ્યકત કરતો એક લેખ "પુસ્તકોની હુંફ". નવા વર્ષના આ પહેલા અપડેઈટમાં ત્રણ સરસ મજાનાં કાવ્યો પણ સામેલ છે.

Tuesday, November 01, 2005

દિવાળી અને નુતનવર્ષ વિશેષ



આજે દીપાવલીનું પર્વ અને આવતીકાલે નવા વરસનું શુભ આગમન. રીડગુજરાતી ના તમામ વાચક મિત્રોને દિવાળીની શુભકામનાઓ અને અગાઉથીજ સાલમુબારક અને નુતનવર્ષાભિનંદન. આ તહેવારોને કારણે હમણાં બે દિવસ રીડગુજરાતી.કોમ પર રજા રહેશે અને સાઈટ અપડેશનનું કામ બંધ રહેશે. તા-4-11-2005 ના રોજથી આપણે ફરી મળીશું નવા લેખો, નવા કાવ્યો અને નવી સાહિત્યની કૃતિઓ સાથે....નવા વર્ષમાં. આજે દિવાળી તહેવારનું સ્પેશિયલ કોલમ સાઈટ પર આપવામાં આવ્યું છે. વાચકો તરફથી મળેલાં અમુક બે-ત્રણ કાવ્યો મુકવાનું કામ હજુ ચાલુ છે જેથી તેની લીન્ક નીચે આપી નથી. આ માટે આપે કાવ્યવિભાગ જોતાં રહેવું . તો ચલો..., નીચે આપેલા વિષયો પર કલીક કરો અને માણો રજાઓમાં ગુજરાતી વાંચનની મજા. આવજો.....

Read Gujarati - An online edutainment portal - Read online gujarati literature, gujarati poems, gujarati stories, free gujarati books, gujarati jokes, gujarati sayri, gujarati recipes, gujarati short stories, meet famous gujarati literature and gujarati poets. know Gujarati Writing, Read Gujarati Online. Submit Gujarati Articles Free.